Satya Tv News

અંજારના મેઘપર બોરીચીના પારસનગરમાં પરિવાર સાથે રહેતી 23 વર્ષીય પાયલ નામની યુવતીને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી છે. પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂરતાથી યુવતીને રહેંસી નાંખી હતી. હત્યારા પ્રેમીએ ક્રૂરતાની તમામ હદ વટાવતા યુવતીના ગુપ્ત ભાગ, ગળા, છાતી, પેટ, ડાબા હાથ સહિતના અંગોમાં છ થી સાત વખત વાર કર્યા હતાં, જેથી યુવતીના આખું ઘર લોહીલોહાણ થઈ ગયું અને હતું. શુક્રવારે બપોરે આ ઘટના બની હતી, જે રાત્રે આઠ વાગ્યે પ્રકાશમાં આવી. ત્યાં સુધી યુવતી પોતાના જ ઘરમાં લોહીના ખોબોચિયામાં પડી હતી. સમગ્ર ઘટના સામે આવતાં મૃતક યુવતીના ભાઈ કરણ
પ્રકાશએ અજાણ્યા શખસ સામે અંજાર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે.

પાયલ આદિપુરમાં ડૉ. સલાટની હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પાયલ તેના ભાઈ કરણ, માતા નિશાબહેન, નાનીમા ભોપીબહેન સાથે રહેતી હતી. કરણ ગાંધીધામની દુકાનમાં, પાયલ હોસ્પિટલમાં અને માતા તથા નાનીમા વૃદ્ધોના કેરટેકર તરીકે નોકરી કરે છે. ઘરના તમામ લોકો સવારના નવ દસ વાગ્યે નોકરી પર નીકળી જાય છે અને રાત્રે આઠ નવ વાગ્યે ઘરે પરત ફરે છે. મૃતક પાયલ સવારે દસ વાગ્યે નોકરી જતી અને બપોરે બે વાગ્યે ઘેર પરત ફરતી. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે નોકરી જતી અને રાત્રે નવ વાગ્યે ઘેર પરત ફરતી. શુક્રવારે બપોરે પાયલ ઘરે પરત આવી ત્યારબાદ તેના પ્રેમીએ તેની હત્યા કરી હતી. રાત્રે આઠ વાગ્યે માતા ઘરે પરત ફરી ત્યારે પાયલને લોહીલોહાણ હાલતમાં જોઈ ભાંગી પડી હતી.

હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારા યુવકને દબોચી લેવાયો છે. આ હત્યારો બીજું કોઈ નહીં પરંતુ પાયલનો પ્રેમી છે. તે પાયલ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ પાયલ લગ્ન કરવા ઈચ્છતી ન હોવાથી બંનને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. જેનાથી ઉશ્કેરાઈને પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ અંજાર પી.આઈ એ.આર ગોહિલ આ કેસની વધુ તપાસ કરી રહ્યાં છે.

error: