Satya Tv News

હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે ગયો નથી. અમદાવાદ શહેરમાં પડી રહેલી આકરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તો સ્કૂલોમાં સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી માટે બેલ વગાડવામાં આવશે. આ સાથે શહેરોના ટ્રાફિક સિગ્નલ સવારે 11થી સાંજે 5 સુધી બંધ રહેશે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એેન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આકરી ગરમી શરૂ થઈ છે. આ બંને સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળતાં આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. સોમવારે મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. આજે ગરમીનું રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજ શહેરમાં નોંધાયું હતું.

શહેરમાં વહેલી સવારે પવનો ચાલુ રહેતાં સવારથી બપોરના 12.00 વાગ્યા સુધી લોકોએે ગરમીથી રાહત મેળવી હતી. પરંતુ, બપોર પછી પવનની ગતિ ઘટી ગઇ હતી. લોકોએે બપોરથી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને ઘરની બહાર ફરતા લોકોએે માથું ફાડી નાંખે તેવી ગરમીનો અનુભવ કર્યો હતો. આગામી 48 કલાક દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

error: