
જેતપુરના જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા કરવામાં આવી છે. જેમાં મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. જેમાં 80 વર્ષના વૃદ્ધ પિતા તેમની પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ પરિવારના સભ્યો અને પુત્ર તેનો વિરોધ કરતા હતા. આ દરમિયાન આ બાબતે ગઇકાલે બન્ને પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં વૃદ્ધ પિતાએ બે રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી નાંખી હતી. જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને પિસ્તોલ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો.