Satya Tv News

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. આ ભેજવાળા પવનોને કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધારે જોવા મળશે. પવનની સ્પીડ પણ વધશે પરંતુ તેનાથી ગરમીમાં કોઈ ઘટાડો નોંધાશે નહીં.આ સાથે તેમણે જણાવ્યુ કે, 13મી તારીખ સુધી તાપમાન ઊંચુ રહેવાનું છે. મોટાભાગના વિસ્તારોમાં 36થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. આ સાથે કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 કે તેનાથી વધુ પણ જઈ શકે છે. 13 તારીખ સુધી યલો એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. 14મી તારીખ બાદ હવામાનમાં આંશિક રાહત જોવા મળશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 13થી 14માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે વાદળછાયું તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં 13થી 14 માર્ચમાં હવામાનમાં પલટો થઈ શકે છે. કોઈ વિસ્તારોમાં વાદળો રહી શકે છે.19થી 20 માર્ચ સુધીમાં ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદી છાંટા થઈ શકે છે. આમ છતાં હોળીના દિવસે પવનની ગતિ વધુ રહેશે. 40થી 43 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે.જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે. આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે. કાળઝાળ ગરમી બાદ આંશિક રાહત મળશે.

error: