
ભરૂચમાં ગરમીનો પ્રકોપ હવામાન વિભાગની આગાહી મુજબ સાંજ સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ગરમીનો પ્રકોપ રહેશે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જોકે, આવતીકાલથી કેટલાક જિલ્લાઓમાં ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં સવારે ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. આના કારણે સવારના સમયે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. પરંતુ દિવસ ચઢતાની સાથે જ તાપમાનમાં વધારો નોંધાયો છે.