Skip to main content

Satya Tv News

વડોદરા હાઇવે પર L&T નોલેજ સિટી નજીક બુધવારે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલી કારમાં બુટલેગરો સવાર હતાં, ત્યારે એકાએક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતના કારણે કારમાં હાજર દારૂની બોટલો તૂટી ગઈ હતી તેમજ ઘણી બોટલ રગડીને રસ્તા પર આવી ગઈ હતી.આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. જોકે, નવાઈની વાત તો એ હતી કે, આ લોકો ઈજાગ્રસ્તને બચાવવાને બદલે દારૂની બોટલો વીણવા લાગ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, તે પહેલાં કારમાં હાજર બેમાંથી એક બુટલેગર ફરાર થઈ ગયો હતો અને અન્ય એક બુટલેગર ઈજાગ્રસ્ત હોવાના કારણે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

error: