Satya Tv News

14 માર્ચે ધૂળેટીના દિવસે પુણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશાજોગી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજિતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી. આ સમયે જ સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરેશભાઈ ઓળખીયા તેમના મિત્રની કાર લઈને ત્યાં આવી રહ્યા હતા. તેઓ પોતાની આઈ-20 (GJ 05 RP 5854) કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફિકરાઈથી કારચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રણજિતા પર પડ્યો હતો. ત્યારબાદ હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથેથી ફેરવી દીધી હતી.

સુડા સહકાર રેસિડેન્સીમાં બનેલી આ હચમચાવી દેતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે, કારચાલક જ્યારે ગેટમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે બેદરકારીપૂર્વક ગેટરને ટક્કર મારે છે. લોખંડનો ગેટ બાળકી માથે પડ્યા બાદ પણ કારચાલક પોતાની કાર રોકતો નથી અને ગેટ પરથી ફેરવીને અંદર પ્રવેશ કરે છે. જેના કારણે માસૂમ બાળકીના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયા હતા.સ્થાનિક લોકોને જાણ થતાં તરત જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલક હરેશભાઈ ઓળખીયાની ધરપકડ કરી લીધી છે. હાલ સાપરાધ મનુષ્ય વધની કલમ સાથે તેની કાર જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: