Satya Tv News

આમોદ તાલુકાના આછોદ ગામમાં એક દુःખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડે ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજ્યું છે. ઘટના 16 મી માર્ચની સાંજની છે. લક્ષ્મણભાઈ તેમના ઘરે હતા ત્યારે પત્ની સાથે જમવા બેસવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ તેમને લાગી આવતા તેઓ ગામમાં ગયા અને ઝેરી દવા પી લીધી હતી. ઘરે પરત ફર્યા બાદ તેમણે પત્નીને દવા પીધી હોવાની વાત કરી હતી. તરત જ 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૂળ સારણ ગામના લક્ષ્મણભાઈ હાલમાં આછોદમાં પરિવાર સાથે રહેતા હતા. પતિના અચાનક મોતથી પત્નીના રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આમોદ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

error: