Satya Tv News

ભરૂચ: નેત્રંગ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા મૌઝા માં તા. 21-03-2025 ના રોજ આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 23 સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આનંદ મેળા નું ઉદઘાટન નાયબ કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે અન્ય મહેમાન શ્રી દ્વારા બાળકોના દરેક સ્ટોલની મુલાકાત કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા વિવિધ સ્ટોલના નામ જેવા કે એસ.પી. પાણીપુરી, પૌવા બટાકા, મિતભાઈના ભુંગળા બટાકા, હેતાંશી ઢોકળા, સુપરસ્ટાર મેંગો સ્લાઈસ જેવા વૈવિધ્યસભર નામો આપવામાં આવ્યા. બાળકોમાં એક દુકાનદાર તરીકે લે-વેચ દ્વારા આવક ઊભી કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ આનંદમેળા દ્વારા બાળકોને ભવિષ્યમાં આવક ઊભી કરવા માટેની પ્રેરણા મળી, ગ્રાહકોમાં પણ વિવિધ સ્ટોલો પરની વાનગી ખરીદીને આરોગવા માટે અનેરો આનંદ જેવા મળ્યો. આમ, નાયબ કલેક્ટર શ્રી, ગામના સરપંચશ્રી, એસ.એમ.સી.સભ્યો, શાળા પરિવાર, ગામના વડીલો, એસ.આર.એ ફાઉન્ડેશનના મિત્રો તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદ મેળામાં ભાગ લઈ આનંદ મેળાને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર: સર્જન વસાવા, નેત્રંગ

error: