ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં એક પતિએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા હોવાની ઘટના સામે આવી છે. પહેલા પતિએ તેની પત્ની સાથે મળીને કોર્ટમાંથી નોટરી કરાવી અને ત્યારબાદ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે મંદિરમાં કરાવી દીધા હતા. આ દિલદાર પતિની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાને બે બાળકો પણ છે. હવે પહેલા પતિએ કહ્યું છે કે, તે તેને પોતાની સાથે રાખશે. હિલાના લગ્ન 2017 માં થયા હતા. મહિલા અને તેના પતિને બે બાળકો પણ હતા. આ દરમિયાન, મહિલાને ગામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ સંબંધ ધીમે ધીમે ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે મહિલાના પતિને આ વાતની ખબર પડી, ત્યારે તેણે પહેલા પોતાની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ કામ ન કર્યું, ત્યારે તેણે ગામલોકોની સામે વાત મૂકી કે, મારી પત્ની નક્કી કરશે કે તે મારી સાથે રહેવા માંગે છે કે, તેના પ્રેમી સાથે? જ્યારે મહિલાએ તેના પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે આખો સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો.