Satya Tv News

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ અને બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા.સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, બંને વાહન પૂરઝડપે આવી રહ્યા હતા. અકસ્માતના કારણે મોપેડ અને બાઈક ચાલક એમ બંને યુવાનને સામાન્ય ઈજાઓ થઈ હતી.નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જોકે, આ અકસ્માત અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ ઘટના અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર બની હતી.

error: