Satya Tv News

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્યુમેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ તસ્કર ટોળકીએ માત્ર 15 દિવસમાં કંપનીમાં ત્રણ વખત ચોરી કરી હતી.પકડાયેલા આરોપીઓમાં રાજેશ જૈન , અનવર રાઠવા, અરૂણ વસાવા, મુકેશ જોગી, સતીષ રાઠવા, રાહુલ વસાવા, આશીષકુમાર સાહુ અને મુકેશ તડવીનો સમાવેશ થાય છે.9થી 24 માર્ચ દરમિયાન તસ્કરોએ કંપનીના સ્ટોર રૂમના પતરાના શેડને નિશાન બનાવ્યો હતો. તેઓએ કુલ 3.92 લાખની કિંમતનો એસ.એસ.નો સામાન ચોરી કર્યો હતો. કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ તસ્કરો કેદ થયા હતા.

જીઆઈડીસી પોલીસે તપાસ દરમિયાન ડી-માર્ટ પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ચોરીનો માલ ખરીદનાર બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસની કામગીરીને કારણે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકશે તેવી આશા છે.

error: