ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગુરુવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતીં. માંડવા ટોલ ટેક્સ નજીક કોલસાથી ભરેલા કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. કન્ટેનરના ચાલકે સમયસૂચકતા દાખવી વાહનને તરત જ રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું. તે તુરંત જ કન્ટેનરમાંથી નીચે ઉતરી ગયો હતો. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ચાલકની સૂઝબૂઝ અને ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનામાં વાહન ચાલકની સતર્કતા અને ફાયર બ્રિગેડની કાર્યક્ષમતા સ્પષ્ટ દેખાઈ આવે છે. હાઈવે પર આવી ઘટનાઓમાં તાત્કાલિક પ્રતિસાદ અને યોગ્ય કાર્યવાહી મોટી દુર્ઘટનાઓને ટાળવામાં મદદરૂપ બને છે.