શિનોર તાલુકાના અંબાલી ગામ નજીક નર્મદા નદીના તટે આવેલ મહાસતી અનસૂયા માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદી નો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
શિનોર તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થતી નર્મદાજી ના તટ પર અતિ પૌરાણિક મહાસતી અનસૂયા માતાજી નું મંદિર આવેલું છે.મંદિર પાસે આવેલ નર્મદા નદીના તટ ની માટી અસરકારક ગણવામાં આવે છે.આ માટીથી કોઈ પણ પ્રકારના ચર્મ રોગ સંપૂર્ણ રીતે મટી જાય તેવી માન્યતા છે.જ્યારે મલ્હાર રાવ ગાયકવાડ ને ચર્મ રોગ થતાં તેમને આ માટી શરીરે લગાવતાં તેમના પણ ચર્મ રોગ નું નિવારણ આવ્યું હતું.જે બાદ મલ્હાર રાવ ગાયકવાડે અનસૂયા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી માતાજીને સોનાના આભૂષણો ચઢાવ્યા હતાં. આ આભૂષણો આજે પણ નવરાત્રી ના તહેવારમાં માતાજીને શૃંગાર રૂપે ધારણ કરાવાય છે.
મહાસતી અનસૂયા માતાજીના મંદિર પાસે આવેલાં ઔદુંબરના વૃક્ષમાંથી અનસૂયા માતાજીની પથ્થરની મૂર્તિ સ્વંયભુ પ્રગટ થઈ હતી.આજે પણ ઔદુંબર વૃક્ષની ડાળી યથાવત જોવા મળે છે.અનસૂયા માતાજીનું સ્વરૂપ ફક્ત એક વેંત નું છે.છતાં માતાજીને મહારાષ્તીયન 16 હાથ ની સાડી શૃંગાર રૂપે ધારણ કરાવી શકાય છે. બીજી કોઈપણ સાડી માતાજી ધારણ કરતાં નથી.લોકવાયકા મુજબ એવી પણ કથા છે કે દુષ્કાળ ના સમયમાં અનસૂયા માતાજી એ પોતાના તપોબળ થી મંદિરના પ્રાગણમાં આવેલાં કૂવામાં ગંગાજીને પ્રગટ કર્યા હતાં.અને પ્રતિ વર્ષ વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સાંતમે કૂવામાં જળનું સ્તર ઘણું ઉપર ની તરફ આજે પણ આવે છે.માં નર્મદાજી પણ પ્રતિવર્ષ આંસુયાજીના ચરણ પ્રક્ષાલણ કરવા માટે ચોમાસા દરમિયાન એકવાર અવશ્ય આવે છે.રવિવાર ના દિવસે મહાસતી અનસૂયા માતાજીના સહવિશેષ દર્શન નો મહિમા હોવાથી દર રવિવારે દૂરથી દૂરથી ભાવિકભક્તો અનસૂયા માતાજીના મંદિર ખાતે પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.જ્યારે શ્રી અનસૂયા માતાજી પૂજારી પ્રગતિ મંડળ દ્વારા દૂર દૂરથી આવતાં ભાવિકભક્તો માટે મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવે છે.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સત્યા ટીવી શિનોર