અંકલેશ્વર વોર્ડ નં 8 કસ્બાતી વાડ વિસ્તારનાં ચોર્યાસી ભાગોળ માં મુખ્ય માર્ગ પર નગરપાલિકા ની બેદરકારી સામે આવી છે.જેમાં મુખ્ય માર્ગ ઉપર જ કચરાના ઢગ જોવા મળ્યા હતા.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને કોરોના નો જોર દિવસે દિવસે વધી રહ્યું છે અને બીજા અન્ય પ્રકાર ના રોગો ફેલાઇ રહયા છે. ત્યારે અંકલેશ્વર વોર્ડ નં 8 કસ્બાતી વાડ વિસ્તારનાં ચોર્યાસી ભાગોળ માં મુખ્ય માર્ગ પર નગરપાલિકા ની બેદરકારી સામે આવી છે. અંકલેશ્વરમાં ઠેર-ઠેર કચરાનાં ઢગલાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોર્યાશી ભાગોળ વિસ્તારમાં કચરાપેટી જ ના રાખી હોવાથી સ્થાનિક લોકો મજબૂર બની ને રોડપર જ કચરો ઠાલવતા થયા છે. જેથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેના પગલે આ વિસ્તારમાં ગંદકી અને કચરાને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે.
વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર