ભરૂચ સબજેલમાંથી વચગાળાના જામીન પરથી નાસતો ફરતો ફરાર કેદીને ઝડપી પાડવામાં પેરોલ ફ્લો સ્કોર્ડને સફળતા મળી છે.
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો નાસતા-ફરતા આરોપી તથા પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદી પકડવા સારૂ પાલેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત મળેલ કે ઝગડીયા પોલીસ મથકના ગુનાનાનો આરોપી કિશનભાઇ શનીયાભાઇ વસાવા રહે – ઉમરખેડા, જુની નિશાળ ફળીયું, તા-નેત્રંગ જી.ભરૂચનો કાચા કામના આરોપી તરીકે સબ જેલ ખાતે હતો.
જે આરોપીને કોવીડ-૧૯ કોરોના વાયરસ સામે સાવચેતી સબબ નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા વૈશ્વિક મહામારીને ધ્યાને રાખીને જેલમાં રહેલ કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયેકરેક્શન મુજબ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ નામદાર ચીફ જ્યુડી મેજી કોર્ટ ભરૂચનાઓના હુકમ મુજબ તા.૧૩/૦૫/ર૦ર૧ના રોજ ત્રણ મહિનાના ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ હતો.
જે વચગાળા જામીનનો સમયગાળો પુર્ણ થતા આરોપીને તા.૧૩/૦૮/૨૦૨૧ નારોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતું હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ. જે આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા તા.૦૯/૧૧/૨૦૨૧ નારોજ ગામ ઘોડી ખાતેથી હસ્તગત કરવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી કરવા પાલેજ પોલીસ મથકે સુપ્રત કર્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ