અંકલેશ્વ્રરના ગડખોલ સ્થીત જલારામ મંદિર સહિત ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોના જલારામ મંદિરોમાં ૨૨૨મી જલારામ જયંતીની દબદબા પૂર્વક અને ભક્તીસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
આજથી 222 વર્ષ પહેલા તા. 4-11-1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ 7ના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં જેમનો જન્મ થયો અને આજે લાખો લોકોના હૈયે વસતા પૂ.જલારામ બાપાની જન્મજયંતિ તા.૧૧ના કારતક સુદ-૭ના દિવસે ભરૂચ જિલ્લામાં ધામધૂમથી ઉજવાઇ હતી. ગત વર્ષે કોરોના કાળને કારણે આ ઉજવણી થઈ શકી ન્હોતી ત્યારે ભક્તોમાં આ વર્ષે ઉજવણીનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને ગામેગામ, શહેરે શહેરમાં મહાપ્રસાદ, શોભાયાત્રા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે.
જલારામ બાપાનો મંત્ર હતો, દેને કો ટૂકડો ભલો, લેને કો હરિનામ. સમસ્ત જીવનમાં તેમણે દરેકની આંતરડી ઠારવાનું કામ કર્યું, ભુખ્યાને ભોજન આપ્યું અને જ્યારે લેવાનું આવ્યું ત્યારે માત્ર હરિનામ લીધું. આ જ પરંપરાને આજે વીરપુરમાં જાળવી રખાઈ છે, તેનું જલારામ મંદિર એ રીતે અનોખુ છે જ્યાં એકવીસ વર્ષથી દાન-દક્ષિણા મંગાતી તો નથી, કોઈ આપે તો સ્વીકારવા દાનપેટી પણ નથી અને છતાં મંદિરમાં આવતા તમામ ભક્તોને પ્રેમથી જમાડવાનું સદાવ્રત સદાકાળ ચાલ્યું આવે છે.
વિડીયો જર્નાલિસ્ટ: હરેશ પુરોહિત,નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી, ભરૂચ-અંકલેશ્વર