ત્રિપુરામાં થયેલ હિંસક હુમલાઓ તેમજ ધાર્મિક સ્થાનોમાં તોડફોડને લઈ ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ત્રિપુરામાં થયેલ હિંસક હુમલાઓ તેમજ ધાર્મિક સ્થાનોમાં તોડફોડને લઈ ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ત્રિપુરામાં વિરોધી સંગઠનો દ્વારા ઉશ્કેરણી જનક ભાષણો ધાર્મિક સ્થાનોમાં તોડફોડ આગજની ઘટનાઓ, લઘુમતી સમુદાયની દુકાનોમાં લૂંટફાટ સહિત જીવલેણ હુમલાઓ બનવા પામ્યા છે. જેથી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વોને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવે તથા સમગ્ર ત્રિપુરા રાજ્યમાં રહેતા લઘુમતી સમાજના લોકોને ન્યાય અને તેમની જાનમાલ અને મિલકતની રક્ષા કરવામાં આવે તેવી માંગ સાથે દેશના રાષ્ટ્રપતિને સાબોધતુ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી, હુસેન કામઠી, પટેલ ઈમ્તિયાઝ, મૌલાના જાકિર હુસેન સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ