Satya Tv News

ભરૂચ જિલ્લા ઉદાહરણરૂપી કાર્યક્રમો યોજવા જણાવતાં કલેક્ટર

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮ મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમિયાન જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામયાત્રા રથ કાર્યક્રમ અન્વયે તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

ભરૂચ જિલ્લાના ગ્રામ વિકાસને આત્મનિર્ભર થકી આગળ વધારવાના ધ્યેય સાથે માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આઝાદીકા અમૃત મહોત્સવ સંદર્ભે જિલ્લાની ત્રિદિવસીય કાર્યક્રમ થકી ઉદાહરણરૂપી બની રહે તેવો અનુરોધ ઉપસ્થિતોને કર્યો હતો.

વધુમાં સમાહર્તાએ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગતની ત્રિદિવસીય ઉજવણીમાં જિલ્લાની ૩૪ બેઠકોમાં ત્રણ રથ ફરશે જેમાં પ્રથમ દિવસે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, DRDA, ICDS, મહિલા બાળ વિકાસ, શિક્ષણ, સમાજ સુરક્ષા માર્ગ-મકાન વિગેરે વિભાગો થકી જિલ્લા ગ્રામ્ય સ્તરનું અને ગ્રામીણ વ્યક્તિને લક્ષમાં રાખી આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા થકી પરામર્શ કરી સંબધિત અધિકારીને સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીએ અધિકારીઓને સઘન આયોજન કરવા જણાવ્યું હતું. કલેક્ટરે જેમ બને તેમ પ્રજાજનોને વધુ સંદેશો જાય તેવા સુચારૂં આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિભાગોના સ્ટોલ્સ, કાર્ય આયોજન, લાભાર્થીઓના ફોર્મ વિતરણ વિગેરે જેવી બાબતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: