ગિફ્ટેડ-30 પ્રોજેકટ દ્વારા બાળકોને શિક્ષણક્ષેત્રે આગળ લાવવા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ગિફ્ટટેડ 30 પ્રોજેકટ હેઠળના લઘુમતી સમાજના ગરીબ અને પછાત વિદ્યાર્થીઓ ઉચ્ચકક્ષાનું પરિણામ લાવ્યા છે
લઘુમતી સમાજના પછાત અને ગરીબ વર્ગના ટેલેન્ટેડ બાળકોને શિક્ષણક્ષેત્રે આગળ લાવવાનું કામ ગિફ્ટેડ-30 પ્રોજેકટ કરી રહ્યું છે.મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને PMET રાંદેર સુરતના સંયુક્ત ઉપક્રમે ગિફ્ટટેડ 30 નું સંચાલન કરવામાં આવે છે જેમાં લઘુમતી સમાજના વિધાર્થીઓને નિઃશુલ્ક NEET અને JEE ની પરીક્ષાઓ આપવા માટે ગિફ્ટએડ 30 આત્મબળ પૂરું પાડે છે,ગિફ્ટટેડ 30 પ્રોજેકટ હેઠળ ભણેલા વિદ્યાર્થીઓનું પરિણામ ઉત્સાહજનક આવતા પ્રોત્સાહનના ભાગરૂપે એક સેમિનારનું આયોજન મુનશી વિદ્યાલય ખાતે કરવામાં કરવામાં આવ્યું હતું.
મુનશી વિદ્યાલય ખાતે યોજાયેલ સેમિનારમાં ગુજરાત રાજ્યના 28 કેન્દ્રોમાંથી ગિફ્ટએડ 30 ના કો- ઓર્ડિનાટરોએ હાજરી આપી હતી.સુરતથી ભરૂચ સેમિનારમાં આવેલ PMET સંસ્થાના વડા મુહમ્મદ પટેલે જણાવ્યું હતું કે ગિફ્ટએડ 30 પ્રોજેકટમાં વિનામૂલ્યે લઘુમતી સમાજના પછાત અને ગરીબ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવવામાં આવે છે સતત 3 વર્ષથી 100 ટકા NEET નું પરિણામ આપતી તથા પ્રતિષ્ઠિત કોલેજમાં વિના ડોનેસને પ્રવેશ અપાવતી સંસ્થા છે જેમાં શ્રેષ્ઠ ઇન હોઉસ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે જે સફળતાનો ખુબજ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. વિધાર્થીઓ માટે (બોયસ) MMMCT ભરૂચ કેમ્પસમાં અને વિદ્યાર્થીનીઓ (ગર્લ્સ) માટે VCT કેમ્પસમાં હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ગિફ્ટએડ 30 ના 4 વર્ષના ઈતિહાસમાં 46 થી વધુ વિધાર્થીઓ પ્રતિષ્ઠિત MBBS કોલેજમાં ડોક્ટરી અભ્યાસ તથા 23 થી વધુ BHMS અને BAMS કોલેજો માં અભ્યાસ માટે વિના ડોનેસન એડમિશન મળેલ છે તથા એન્જીનિરિંગમાં 30 થી વધુ વિધાર્થીઓ IIT,8 થી વધુ વિધાર્થી NIT,37 થી વધુ વિધાર્થી પ્રતિષ્ઠિત એન્જીનિરિંગ કોલેજમાં એડમીસન મેળવેલ છે.
વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ