Satya Tv News

ભરૂચમાં ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુરૂવારે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. નોંધનીય છે કે ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી રાજ્ય સરકારના કાયદા વિભાગ હસ્તક આવે છે.

આ લોકાર્પણના પ્રસંગે કાયદામંત્રીએ કહ્યું હતું કે દેશમાં ભગવાન રામના સમયથી ચેરીટીનો અભિગમ ચાલ્યો આવે છે. તેમણે ભરતે રામની પાદુકા લઈ રાજ્ય ચલાવ્યું હોવાનો ઉલ્લેખ કરી તેને ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ગણાવ્યો હતો.આ લોકાર્પણના પ્રસંગે નાયબ ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરૂણ રાણા, મારૂતિ અટોદરિયા, ચેરિટી કમિશ્નર વાય.એમ.શુક્લ તેમજ સચિવ મિલન દવે સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

Created with Snap
error: