Satya Tv News

આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે આદિવાસી પરિવારની માસૂમ દીકરી તારીખ 8/ 11 /2021 ના રોજ સરભાણ ગામની સીમમાં તેની દાદી સાથે લાકડા વીણવા ગયેલ તે સમય દરમિયાન સગીર આદિવાસી દીકરીને પટાવી ફોસલાવી લઈ જઈ બળાત્કાર ગુજારી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારેલ હતો, જે અંગે આદિવાસી પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરેલ હતી, આદિવાસી સમાજના આગેવાનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આમોદ પોલીસ કોઇ કાર્યવાહી કરતું નથી ફરિયાદી ગરીબ આદિવાસી જાતિના હોય તેમની ફરિયાદ ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથીઆમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના ગુનામાં પોલીસ તપાસ થાય અને આરોપીઓની પકડી કડકમાં કડક સજાની માંગ સાથે આદિવાસી સમાજ તથા સગીરના પરિવાર દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: