અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની નિલકંઠ નગરમાં રહેતો પરિવાર શુભ પ્રસંગે પોતાના વતન જંબુસર ખાતે જતા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2 લાખ 35 હજાર મત્તા પર હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સુત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની નલકંઠ નગર સોસાયટીમાં રહેતા સંજયકુમાર અંબાલાલ પ્રજાપતિ શુભ પ્રસંગ પોતાના માદરે વતન જંબુસરના કરમાડ ગામે ગયા હતા.
જે દરમ્યાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાં રહેલ સોનાના દાગીના આશરે વજન 51 ગ્રામ કિંમત રૂપિયા 2 લાખ 22 હજાર 900 ચાંદીના દાગીના વજન આશરે 55 ગ્રામ કિંમત રૂપિયા 3300 સહિત રોકડા રૂપિયા 9 હજાર મળી કુલ રૂપિયા 2 લાખ 35 હજારની માલ મત્તા પર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.
સદર ઘટનાની જાણ મકાન માલિક સંજય પ્રજાપતિને સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવતા તેઓએ તાત્કાલિક પોતાના ઘરે દોડી આવી ચોરી થઇ હોવાનું માલુમ પડતા તાત્કાલિક અસરથી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે ગુનો નોંધી ડોગ સ્કોર્ડ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વિડીયો જર્નલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર