તમિલનાડુના કુન્નુરમાં સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. સેનાના કુલ 9 જેટલા અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હોવાની માહિતી મળી રહી છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત મોટા ચાર અધિકારીઓ સાથેનું આર્મીનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતની સાથે તેમના પત્ની પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. બિપિન રાવતને હોસ્પિટલ લઇ જવાયા હોવાની પણ માહિતી છે. વેલિંગ્ટન મિલિટ્રી હોસ્પિટલમાં બિપિન રાવતની સારવાર ચાલી રહી છે.
ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. ઘટનાસ્થળે હાલમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.રક્ષા પ્રધાન રાજનાથસિંહે સમગ્ર ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપી છે. વાયુસેનાએ હેલિકોપ્ટર દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહ કોયંબતુર જશે.