Satya Tv News

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોએ આજ રોજ જીઆઇડીસીના રિજિયોનલ ઓફિસર ધવલ વસાવાને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અને કોમન પ્લોટ નંબર ૭ ને શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવી દેવાનો વિરોધ કર્યો હતો તેમજ તેનુ એલોટમેન્ટ રદ કરવાની માંગ કરી હતી.

જીઆઇડીસી દ્વારા કોમન પ્લોટ નં ૭નો એક તૃતિયાંશ ભાગ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવામાં આવ્યો છે. આ કોમન પ્લોટની આસપાસ ૧૫ થી ૨૦ જેટલી સોસાયટીઓ આવેલી છે. સ્થાનિકોનો મત એવો છે કે આટ આટલી સોસાયટીઓ વચ્ચે આવેલા કોમન પ્લોટ ઉપર બાગબગીચો કે જોગસ પાર્ક ઊભો થવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કેટલાક વગ ધરાવતા ઉધોગ અગ્રણીઓએ પોતાની વગના જોરે કોમન પ્લોટ ઉપર પાર્ટી પ્લોટ ઉભા કરી દીધા હતા અને જેનો વ્યાવસાયિક ઉપયોગ થઈ રહ્યો છે.

દરમ્યાન આ અંગે અંકલેશ્વર જીઆઇડીસીના રિજિયોનલ ઓફિસર ને પૂછાતા તેઓએ જણાવ્યું હતુ કે આ કોમન પ્લોટ જીઆઇડીસીની સતા ને આધીન છે, બૃહદ કિસ્સાઓમાં જીઆઇડીસીના સક્ષમ અઘિકારી સાર્વજનીક એવમ શૈક્ષણિક હેતુસર કોમન પ્લોટની પણ ફાળવણી કરી શકે છે. જે પ્લોટ અંગે આવેદન અપાયું છે તે સંદર્ભે જીઆઇડીસીના સક્ષમ અઘિકારીએ કોમન પ્લોટ નં ૭ નો કેટલોક ભાગ ની ફાળવણી સામાજિક હિતાર્થે કરી છે.

વિડીયો જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: