Satya Tv News

ભરૂચમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્ષન કાઉન્સિલ દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી

વિશ્વભરમાં દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તારીખ 10 ડિસેમ્બર 1948 ના રોજ, માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા, માનવ અધિકારોની પ્રથમ વૈશ્વિક ઘોષણા અને નવા સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ મોટી સિદ્ધિઓમાંની એક, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના દત્તક અને ઘોષણાને માન આપવા માટે પસંદ કરવામાં આવી હતી અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્ષન કાઉન્સિલ દ્વારા આજરોજ 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શ્રી પ્લાઝા હોટલ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.જેમાં કોરોના કાળમાં સેવાકાર્ય કરનાર નું ઉપસ્થિત મહેમાનોના હસ્તે એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.માનવ અધિકાર દિવસની ઉજવણી અંતર્ગત યોજયેલ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્ષન કાઉન્સિલના ટી.ઓમકાર, ગુજરાતી ફિલ્મોની એક્ટર્સ મરજીના દીવાન, સિંગર મહક, સહિત હ્યુમન રાઈટ પ્રોટેક્શન કાઉન્સિલના હોદ્દેદારો, સભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: