નેત્રંગ ટાઉનમાં ચાલતા મઝાના વર્લીમટકાના જુગારધામ પર વિજિલન્સના દરોડા
29 જુગરીઓ અને રોકડ 37 ફોન, 16 બાઇક મળી કુલ ₹5.18 લાખના મુદ્દામાલ ઝડપાયો
મુખ્યસૂત્રધાર મજીદ પઠાણ ઉર્ફે મઝો સહિત 2 વોન્ટેડ
મોટા પાયે જુગરધામમાં મઝાને કોણ પુરૂ પાડતું હતું પીઠબળ
વચેટિયા લાલુની ભૂમિકા અંગે પણ ઉભા થયા છે સવાલો
બાઇક ઉપર ફરતો લાલુ રાતો રાત લખપતિ બની લકઝરીયસ કારોમાં થયો ફરતો
નેત્રંગ ટાઉનમાં આવેલ દર્શના નગર સોસાયટીમાં મોટા પાયે ચાલતા જુગરધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 5 લાખ 18 હજારના મુદ્દામાલ સાથે 29 જુગારીયાઓને ઝડપી પાડતા ભરૂચ જિલ્લાભરના જુગારીઆલમમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
નેત્રંગની દર્શના નગર સોસાયટીમાં વર્ષોથી મકાનો ભાડે રાખી અને ગેસ્ટ હાઉસો બનાવી મોટા પાયે વરલી મટકા અને આંકડાનો જુગારધામ અબ્દુલ મજીદ પઠાણ ઉર્ફે મઝા દ્વારા ધમધમાવાતું હોવાની મળેલ માહિતીના આધારે ગુરૂવારે રાતે ગાંધીનગર મોનીટરીંગ સેલ ટીમે દરોડા પાડયા હતા
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પી.આઈ આર.બી.પ્રજાપતિની રાહબરીમાં જુગરધામ ઉપર પડાયેલા દરોડાને લઈ સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી. સ્ટેટ મોનીટરિંગ સેલે સ્થળ પરથી 29 જુગરીઓને ઝડપી પાડયા હતા. જોકે મુખ્ય સૂત્રધાર મજીદ ઉર્ફે મઝો સહિત 2 આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ જવામાં સફળ થયા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દરોડામાં સ્થળ પરથી વરલી મટકા, આંકડા લખવવાના સાધનો, રોકડા 60 હજાર, 37 મોબાઈલ, 16 બાઇક કુલ ₹5.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જેની સાથે પોલીસે ઝાહિર શેખ,શાબીર શેખ,સલમાન મલેક,હાજી મદાર દિવાન, ગુલામ મુસ્તુફા શેખ, સલીમ સૈયદ, હિરેન તડવી, ફુલસિંગ વસાવા, મેહુલ પરમાર, સુરેશ માળી, ધર્મેશ વસાવા, અજય વસાવા, આકાશ વસાવા, જયમલ વસાવા, સોમા વસાવા, રણછોડ વસાવા, જીગ્નેશ વસાવા, કૌશિક વસાવા, અરવિંદ મારવાડી, અલ્પેશ પરમાર અને પ્રતાપ રાજપૂત ઝડપાય જવા પામ્યા હતા જયારે મુખ્ય સૂત્રધાર અબ્દુલ મજીદ પઠાણ ઉર્ફે મઝાભાઈ અન્ય એક પોલીસને ચકમો આપી ફરાર થતા બે ને વોન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે.
મઝાની ચાલતી કલબ ઉપર અગાઉ પણ સ્ટેટ વિજિલન્સના દરોડા પડ્યા હતા ત્યારે મઝાને કોણ પીઠબળ પુરૂં પાડી રહ્યું છે અને વચેટીયા તરીકે ભૂમિકા ભજવનાર સ્ક્રેપનો બે નંબરી મોટા પાયે વેપલો કરનાર લાલુ કોણ છે. તેના પર પણ ભારે અટકળો શરૂ થઈ ગઈ છે. એક સમયે લાલુ બાઇક ઉપર ફરતો હતો છેલ્લા થોડા વર્ષોમાં તે લાખો કમાવવા સાથે લકઝરીયસ કારો લઈ ફરતો થઈ ગયો છે ત્યારે મઝાની કલબમાં લાલુની ભૂમિકા હાલ ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.
વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે દિવ્યાંગ મિસ્ત્રી સત્યા ટીવી નેત્રંગ