Satya Tv News

ભરૂચના પોલીસ પિતા જ પુત્રને કાયદા અને દેશપ્રેમના પાઠ ભણાવવામાં નિષ્ફળ
દેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન પોલીસ પુત્ર
પિતા અહેમદશા દિવાને ASI તરીકે ભરૂચમાં બજાવી હતી ફરજ
PSI તરીકે નિવૃત થયેલા પિતાએ પુત્રની પોસ્ટ ઉપર વ્યક્ત કરી વ્યથા
SOGને પુત્રની પોતાને શમૅશાર કરનાર હરકત વિશે કાયદાકીય જે કાર્યવાહી કરવા કહ્યું પોલીસ પિતાએ

ભરૂચમાં સોશ્યલ મીડિયા ઉપર દેશના પ્રથમ CDS બિપિન રાવત સહિત 14ના હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયેલ નિધન મામલે અભદ્ર પોસ્ટ કરનાર ફિરોઝ દિવાન પોલીસ પુત્ર જ નીકળ્યો છે. કાયદાનું લોકોને પાલન કરાવતા પોલીસ પિતા જ પોતાના પુત્રને કાયદા અને દેશપ્રેમના પાઠ શીખવાડી શકી નહીં હોવાની હકીકત બહાર આવી છે. જોકે સમગ્ર મામલે પોલીસે ફિરોજ દિવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ભરૂચના મનુબર રોડ પર આવેલા સકુન બંગ્લોઝમાં રહેતો ફિરોઝ દિવાન સામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપએ શુક્રવારે ગુનો નોંધ્યો હતો. રોયલ વોટર પ્યોરીફીકેશનનો વ્યવસાય કરતા આ શખ્સે દેશના પ્રથમ CDS બિપિન રાવત સહિત 14 ના હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં થયેલા નિધન ઉપર ફેસબુક ઉપર અભદ્ર પોસ્ટ કરી હતી.જેમાં ભરૂચ SOG પોલીસે જાતે ફેરિયાદી બની તાલુકા પોલીસ મથકે તેની સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જે બાદ શખ્સની ધરપકડ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. દેશવાસીઓ, સુરક્ષા જવાનોની લાગણી દુભાવતી અને આપત્તીજનક પોસ્ટ કરનાર આરોપી ફિરોઝના પિતા અહેમદશા દિવાન પોતે પોલીસ અધિકારી હતા.

અહેમદશા દિવાને ભરૂચમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (ASI) તરીકે ફરજ બજાવી છે. જ્યારે રાજ્યના બીજા જિલ્લાઓમાં પોલીસ ફરજ બજાવ્યા બાદ PSI તરીકે નિવૃત થયા હતા. પિતા પોતે પોલીસમાં હોવા છતા આરોપી પુત્ર ફિરોઝને કાયદાના પાલન અને દેશપ્રેમના પાઠ શીખવાડવામાં નિષ્ફળ રહ્યાં છે. આજે પુત્રની આવી દેશના સુરક્ષા વડા અને અધિકારીઓ સામે અભદ્ર પોસ્ટ બદલ ધરપકડ કરાતા પિતા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. અને SOG પોલીસને કાયદા પ્રમાણે જે કાર્યવાહી થતી હોય તે આરોપી પુત્ર સામે કરવા કહ્યું હતું.

જો પોલીસ પિતા અહેમદશા દિવાને પુત્રને પણ કાયદાના પાલન, સારા નાગરિક અને દેશવાસીના પાઠ શીખવ્યા હોત તો આજે તેમને એક નિવૃત પોલીસ તરીકે પોલીસ અને સમાજ સમક્ષ નીચું જોવાનો વારો નહિ આવ્યો હોત.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: