Satya Tv News

અંકલેશ્વર જીઆઇડીસી સહીત શહેરમાં શાહિદ વીર જવાનોને અપાય શ્રદ્ધાંજલિ

નોટીફાઈડ ભાજપ દ્વારા જોગર્સ પાર્ક ખાતે જવાનોને અપાય શ્રદ્ધાંજલિ

દેશના પ્રથમ CDS સ્વ. બિપિન રાવત સહીત 14ને અપાય શ્રદ્ધાંજલિ

અંકલેશ્વર નોઇફાઇડ ભાજપ અને શહેર ભાજપ દ્વારા દેશના પ્રથમ CDS બિપિન રાવત સહીત 14 શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.


અંકલેશ્વર નોટીફાઈડ ભાજપ અને શહેર ભાજપ દ્વારા ભારત દેશના પ્રથમ CDS એવા આર્મીના જનરલ સ્વ. બિપિન રાવત તેમના ધર્મ પત્ની અને ભારતીય સેનાના અન્ય ૧૨ જવાનો હેલિકોપ્ટરની દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ વિરજવાનોને ભાવભિન્નિ શ્રદ્ધાંજલી પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત આગેવાનો કાર્યકરો અને સ્થાનિક રહીશોએ વીર જવાનોને મીણબતી પ્રગટાવી પુષ્પ અર્પણ કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં નોટીફાઈડ ભાજપ પ્રમુખ જશું ચૌધરી, મહામંત્રી અલ્પેશ પટેલ, આગેવાનો કાર્યકરો સહીત સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. તો શહેરમાં પણ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, શહેર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશ મોદી, જિલ્લા યુવા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નિલેશ પટેલ સહીત ભાજપના આગેવાનો અને કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: