Satya Tv News

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સીધેશ્વરી સોસાયટીના કોમન પ્લોટમાં 2 બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રકની ટકકરે વીજ લાઈન અને થાંભલો તૂટી પડયા હતા. જોકે 10 સેકન્ડ માટે જ બાળકો દુર્ઘટનાગ્રસ્ત થતા ચમત્કારિક રીતે બચી ગયા હતા. ઘટનાના CCTV બહાર આવ્યા બાદ સોસાયટીના રહીશોએ ફરી DGVCL સમક્ષ વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાની માંગણી દોહરાવી છે.

YouTube player

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સિધેશ્વર બંગલોઝ કો-ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીની બાજુમાં આવેલ એપ્પલ પ્લાઝા શોપિંગ સેન્ટરનો વીજ પોલ તૂટી જવાની ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ બહાર આવ્યા છે. રમત રમતા બાળકો જગ્યા પરથી હટવાની 10 સેકેન્ડ બાદ જ વીજ પોલ પડ્યો હતો. જેને લઈ બાળકો હોનારતનો ભોગ બનતા બચી ગયા હતા.

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સિધેશ્વર બંગલોઝ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી આવેલ છે. જે સોસાયટીની બાજુમાં એપ્પલ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલ છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે. જેતે સમયે આ શોપિંગ સેન્ટરમાં વીજ લાઇન નાખવામાં આવી રહી હતી તે દરમિયાન સોસાયટીના સ્થાનિકોએ વીજ કચેરીએ આ લાઇન સોસાયટીના કનેક્શનમાંથી નહિ આપવા રજૂઆત કરી હતી તેમ છતાં વીજ કંપનીના અધિકારીઓની આડોડાઈને પગલે તેઓએ સોસાયટીના વીજ કનેક્શન સાથે જ લાઇન જોડી દીધી હતી.

સોસાયટીને અડીને વીજ લાઈન ઉભી કરવા સાથે ટ્રાન્સફોર્મર અને થાંભલાઓનું નેટવર્ક ઉભું કરાતા જોખમ સોસાયટી ઉપર વર્તાઈ રહ્યું હતું. દરમિયાન શનિવારે આગળ આવેલા એપ્પલ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં એક ટ્રક આવી હતી. ટ્રક ચાલકની ભૂલના કારણે વાહન વીજ થાંભલામાં ભટકાતા અચાનક વીજ પોલ તૂટી પડ્યો હતો.

જેને પગલે સોસાયટીમાં નાસભાગ મચી જવા પામી હતી જો કે સદનસીબે કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે વીજ કંપની દ્વારા શોપિંગ અને કોમ્પ્લેક્ષના વીજ કનેક્શન માટે અલગ વ્યવસ્થા કરે તે અત્યંત જરૂરી છે.ત્યારે વીજ પોલ તૂટી પડવાની ઘટનાના સમગ્ર CCTV કેમેરાના ફૂટેજ બહાર આવ્યા છે જેમાં 2 બાળકો 10 સેકન્ડ પહેલા રમતા રમતા ત્યાંથી નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.

જો બાળકો ત્યાં જ ઉભા હોત તો આજે મોટી દુર્ઘટના સર્જાતની ભીતિ સાથે સોસાયટીના રહીશોએ વીજ કંપની લાઈનો અંડર ગ્રાઉન્ડ કરી ભવિષ્યમાં આવી ઘટના સામે સોસાયટીને સુરક્ષા આપે તેવી માંગ કરી રહ્યા છે.

error: