Satya Tv News

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહ્યા બિરાજમાન મોજીલા મામા પાસે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે
છેલ્લા 30 વર્ષથી અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે મોજીલા મામાની મોજ મંદિર આવેલું છે જે મંદિર ખાતે 4 વર્ષથી અખંડ જ્યોત પ્રગટે છે આ મંદિરમાં બિરાજમાન મોજીલા મામા પાસે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે ત્યારે આજુ બાજુના ગામના ભાવિક ભક્તો તેમજ રસ્તે જતાં ભક્તો પણ ત્યાં શીશ નમાવી મોજીલા મામા આશીર્વાદ મેળવતા હૉય છે ત્યારે આ મંદિર ભાવિક ભકતોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે જ્યાં દૂરદૂરથી ભક્તો દર્શન અર્થે આવેલ છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: