Satya Tv News

ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ચોવીસ કલાક વાહનોથી ધમધમતો હોય છે.પરંતુ શહેરના વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીનો બ્રિજ જર્જરિત બનતા તેનું તાત્કાલિક સામાર કામ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.જેના કારણે તંત્રએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં જણાવ્યા મુજબ વરેડીયા પાસે આવેલી ભુખી ખાડી પર ભરૂચ વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપોરીંગ જરૂરી છે.

જે હેતુથી બ્રીજ બંધ કરી વડોદરા તરફ જતાં તમામ વાહનોને વડોદરા થી ભરૂચ તરફ આવતાં હાઈવે પર ડાયવર્ટ કરી નેશનલ હાઈવે નં.48 ( ને.હા.નં .8) ના વડોદરા – ભરૂચ સેકશન પર વરેડીયા પાસે આવેલા ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર વાહનોની અવર- જવર પર પ્રતિબંધ મૂકવા દરખાસ્ત કરેલી છે.

જે અન્વયે પોલીસ અધિક્ષક,ભરૂચનો અભિપ્રાય મેળવતા તેઓએ આમુખથી હકારાત્મક અભિપ્રાય આપતા ભુખી ખાડી બ્રીજ ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનોની અવર-જવર માટે તારીખ 13થી 16 ડિસેમ્બર સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે નેશનલ હાઈવે નં.48 ના વડોદરા – ભરૂચ સેકશન ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે
ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો વડોદરાથી ભરૂચ આવતાં બ્રીજ -હાઈવે પર ડાયવર્ટ કરવા. પ્રોજેકટ મેનેજર વડોદરા ભરૂચ ટોલ-વે લીનાએ ભરૂચથી વડોદરા તરફ જતાં તથા વડોદરાથી ભરૂચ તરફ અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનોને કારણે બ્રીજ હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદાન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઈડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફટી ગાર્ડની વ્યવસ્થા અવશ્ય કરાશે.

error: