Satya Tv News

અંકલેશ્વર પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ઉપક્રમે આયોજીત વિન્ટર સ્પોટર્સ ઇવેન્ટના પ્રારંભે ક્રિકેટ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓ
યોજવામાં આવી હતી.

અંકલેશ્વર પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તરફથી દર વર્ષે શિયાળામાં રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. શિયાળામાં સ્ફુર્તિ અને તંદુરસ્તી જળવાય રહે તે માટે આ ઇવેન્ટ યોજવામાં આવે છે. ત્યાર સતત 18માં વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાય હતી જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઇવેન્ટના ઉદઘાટન સમારંભમાં પીઆઇએના પ્રમુખ બી.એસ.પટેલ, જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર,ઉપ પ્રમુખ મહેબૂબ ફિજીવાલા,ચંપકલાલ રાવલ,સ્પોર્ટ્સ કમિટી મેમ્બર કરન જોલી,ટ્રેઝરર હેમંત પટેલ,પી.ઇ.ટી.એલ.ચેરમેન પંકજ ભરવાડા,કમિટી મેમ્બર અનિલ શર્મા,અશોક પટેલ,શશિકાંત પટેલ,દિલિપ પટેલ તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 63 ટિમ ભાગ લઈ રહી છે. આ ઉપરાંત રે,લોંગ જમ્પ અને જેવલીન થ્રો સહિત 15 રમત રમાડવામાં આવશે. આ ઉપરાંત બ્લાઇન્ડ ક્રિકેટ અને દીવ્યાંગ બાળકો માટેની પણ રમતનું આયોજન કરવામાં આવ્યું છે

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: