Satya Tv News

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું
પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સભ્યોને ચૂંટવા માટે મતદાન યોજાયું
રસાકસીના માહોલ વચ્ચે ચૂંટણીમાં કોણ જીતેશે કોણ હારશે તે જોવું રહ્યું

ભરૂચ ડિસટીક બાર એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી જેમાં વકીલ સભ્યોએ ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી ભરૂચ કોર્ટ ખાતે યોજાઇ હતી જેમાં પ્રમુખ પદ માટે ૨ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી ઉપ-પ્રમુખ માટે ૪ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી સેક્રેટરી માટે ૪ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી ટ્રેઝરી માટે ૨ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી કમિટી સભ્યો માટે ૨૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે આમ ૬૭૩ વકીલ સભ્યોએ સવારથી જ મતદાન કરવા ઉમટી પડ્યા હતા.ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે યોજાયેલ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે ધારાશાસ્ત્રી.એસ.એલપટેલ, રમેશભાઈ ઉપાધ્યાય , ઉમેશ ઠક્કરે સેવા આપી હતી.

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયામાં વકીલોનો અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોએ પોતાની જીતના દાવાઓ કર્યા હતા, રસાકસીના માહોલ વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં કોણ જીતેશે કોણ હારશે તે જોવું રહ્યું.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: