Satya Tv News

વાગરા તાલુકામાં રાજ્ય સરકાર દ્ધારા એસ.ડી.આર.એફ. ની જોગવાઈ મુજબ માત્ર ૧૧ ગામોને પાક નુકશાની વળતર ચૂકવવાનું નક્કી થતા ખેડૂત આલમ માં રોષ વ્યાપી જવા પામ્યો હતો.વાગરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી અન્ય ગામોને વળતર મળે એ માટે રજુઆત કરવામાં આવી હતી.

    વાગરા તાલુકામાં ઔધીયોગિક પ્રદુષણ ને કારણે ખેડૂતો ને ભારે નુકશાન થયા ના સમાચારો પ્રકાશિત થતા તંત્ર હરકત માં આવ્યુ હતુ.તંત્ર દ્ધારા ભરૂચ જિલ્લાના પ્રદુષણ થી અસરગ્રસ્ત તાલુકાઓ નું સર્વે કરવામાં આવ્યુ હતુ.એનું કોઈજ વળતર ખેડૂતો ને આજદિન સુધી મળ્યુ નથી.ત્યાંજ કુદરત ના પ્રકોપ વધતા વાગરા તાલુકામાં ભારે વરસાદ થતા ખેડૂતો ની દશા બેસી ગઈ હતી.ખેતી ના પાક ને મબલક નુકશાન થી જગત નો તાત વિચલિત થઈ ગયો હતો.

ગુજરાત માં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ ને ધ્યાને રાખી રાજ્યભરમાં નુકશાની નું વળતર ચૂકવવા માટે ગામો નકકી કરવામાં આવ્યા હતા.જેમાં વાગરા તાલુકા ના માત્ર ૧૧ ગામો નો સમાવેશ થતા ખેડૂતો માં ભારે રોષ વ્યાપી ગયો હતો.૧૫ થી વધુ ગામના ખેડૂતો એ તાલુકા ના અસરગ્રસ્ત અન્ય ગામોને વળતર આપવામાં આવે એ માટે ભારતીય કિસાન સંઘ ના નેજા હેઠળ વાગરા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.જો વાગરા તાલુકા ના બાકી રહી ગયેલા અસરગ્રસ્ત ગામોનો વળતર મામલે રાજ્ય સરકાર સમાવેશ નહિ કરે તો અંતે અમારે ના છુટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એમ ભારતીય કિસાન સંઘ ના જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે જણાવ્યુ હતુ.આવેદન પાઠવવા અનેક ગામના ખેડૂતો જોડાયા હતા.

વિડીયો જર્નાસ્લીટ ઝફર ઘડીમલ સત્યા ટીવી વાગરા

error: