Satya Tv News

વાલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે ધીંગાણું
વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું
31 આરોપીઓ સામે વાલિયા પોલીસ મથકે નોંધાય ફરિયાદ
DYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસ ઘટના સ્થળે

વાલિયાના વાગલખોડ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હિંસક બની હતી. એક જ કોમના બે ટોળા વચ્ચે અથડામણમાં 3 મકાન અને બે વાહનોની તોડફોડ સાથે 2 મહિલાની છેડતી અને ₹47 હજારની મત્તાની લૂંટનો ગુનો 31 આરોપીઓ સામે વાલિયા પોલીસ મથકે નોંધાવવામાં આવ્યો છે.

વાલિયા તાલુકાના વાગલખોડ ગામે ગુરૂવારે ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું હતું. સભ્ય ઉમેદવાર સુનિલ ચુનીલાલ વસાવા અને તેના પરિવાર સહિત સમર્થકો ઉપર નિલેશ ઉમેદ વસાવા, અરવિંદ વસાવા, રાજેન્દ્ર રણજીત સહિત 31 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.ટોળાએ 3 ઘરોમાં તોડફોડ, 2 બાઇકને નુકશાન, બે મહિલાઓની છેડતી સાથે 4 લોકોને માર માર્યો હતો. સાથે જ ઘરમાંથી સોનાની ચેઇન અને રોકડા મળી કુલ ₹47 હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકે સુરેખાબેન વસાવા દ્વારા કરવામાં આવી હતી.જોકે સામે પક્ષે આક્ષેપ કરાયો હતો કે પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી. ગામમાં ચૂંટણી ટાણે હિંસક અથડામણને લઈ DYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસ કાફલો દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો.

વિડીયો જર્નાસ્લીટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: