Satya Tv News

અંકલેશ્વર ફૂડ પ્રોડક્ટ એકમમાં કામદારનું મોત
પાણીની ટાંકીમાં પડી જતા કામદારનું મોત
જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી મીઠાઈ બનાવતા એકમની ઓવર હેડ પાણીની ટાંકીમાં પડી ગયેલ એક શ્રમજીવીનું ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું .

પોલીસ સુત્રિય માહિતી પ્રમાણે અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જય ભવાની ફૂડ પ્રોડક્ટ નામના એકમમાં ફરજ બજાવતો જેઠારામ દોલારામ દેવાસી (ઉ. વ.૧૯) નો મૃતદેહ એકમની અગાસી ઉપર આવેલ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. આજે સવારે એકમના સહકર્મીઓ તેની શોધખોળ કરતા હતા તે પાણીની ટાંકીમાં ડુબી ગયેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.

આ બનાવ અંગેની જાણ એકમના સંચાલકે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો મેળવી હાલ તુરંત અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: