Satya Tv News

દેડિયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાડાને ચુંટણીમાં મર મારતા મામલો આવ્યો સામે
BTPનાં ચૈતર વસાવા એ સરપંચ ના સમર્થકો ઉપર બોગજ્ ગામે હુમલો કર્યો – સાંસદ
માથાભારે તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ:સાંસદ

નર્મદા જીલ્લા માં યોજાયેલ સરપંચની ચુંટણીમાં દેડિયાપાડા તાલુકાના બૉગજ ગામે સાંસદ મનસુખ વસાવા ના સાડા BTP નાં આગેવાનો કાર્યકરો એ માર માર્યો હોવાનો આરોપ સાંસદ મનસુખ વસાવા એ લગાવતા જીલ્લા માં સરપંચો ની ચૂંટણીઓ માં રાજકીય પક્ષો ની હુસતુશી બહાર આવતા નર્મદા જીલ્લા નુ રાજકારણ ગરમાયું છે.

બૉગજ ગામ સાંસદ મનસુખ વસાવા ની સાસરી નું ગામ છે.અને જે ઇજાગ્રસ્ત થયા તે સાંસદ. મનસુખ વસાવા ના સાળા હોય સાંસદ તાત્કાલિક તેમના પત્ની સાથે પહોંચ્યા હતાં.બિટીપી ના કાર્યકર્તા એ આ હુમલો કર્યો હોવાનો સાંસદ નો આક્ષેપ આ હુમલા માં એક ઘાયલ થતા દવાખાના માં સારવાર માટે દાખલ કરતા ત્યાં પણ સાંસદ મનસુખ વસાવા એ મુલાકાત લીધી હતી.

આ અંગે પોલીસ કાર્યવાહીકરવા સાંસદ મનસુખ વસાવા એ તંત્ર એ યોગ્ય કાર્યવાહી ના કરતા  સૂચના આપી સાથે આક્ષેપ પણ કર્યો કે BTP ની સામે પોલીસ કાર્યવહી ધીમી કરે  છે. અને ભાજપના અમારા સ્થનિક નેતાઓ પણ કોઈ મદદે ના આવ્યા એટલે મારે દોડીને આવવું પડ્યું ની વાત કરી હતી.સાંસદ ની ધમકી બાદ પોલીસ હરકત માં આવી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


 દેડિયાપાડા તાલુકાના બોગજ ગામે સરપંચ ની ચુંટણી માં ભારતિય ટ્રાઈબલ પાર્ટી નાં આગેવાન ચૈતર વસાવા એ મતદાન ની વ્હેલી સવારે ભાજપા ના સરપંચ ના સમર્થકો સવારે તાપણું કરતા તે વખતે 20 થી 25 જેટલા માણસો સાથે આવી સળગતા લાકડાઓ મારી હુમલો કર્યો હોવાનું સાંસદ મનસુખ વસાવા એ મુલાકાત દરમ્યાન જમાવ્યું હતું. પોતાનાં સાડા ને પણ માર મારી ઇજાગ્રસ્ત કર્યો હોય પોતાને જાણ થતાં રાજપીપળા થી બોગજ આવ્યા હોવાની વાત કરી હતી.બોગજ ગામ માં સરપંચ ની ચુંટણી માં ભાજપ પ્રેરિત ઉમેદવાર જ વિજેતા થવાનો છે જેથી રગવાયા બની કાર્યકરો ઉપર હૂમલો કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.પોતે આ મામલે પોલીસ સહિત કલેક્ટર ને પણ રજૂઆત કરી છે અને માથાભારે તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હોવાનુ સાંસદે જણાવ્યું હતું.

વિડીયો જર્નાસ્લીટ સર્જન વસાવા સત્યા ટીવી દેડીયાપાડા

error: