Satya Tv News

બેન્ચપ્રેસ સ્પર્ધામાં 107.5 KG વજન ઉચકી બ્રોન્ઝબેન્ડલ પોતાને નામ કર્યો

સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું કરાયું હતું આયોજન

સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના કેતન પરમારે સિનિયર મેન બેન્ચપ્રેસ સ્પર્ધામાં ભાગ લઈ 107.5 KG વજન ઉચકી બ્રોન્ઝબેન્ડલ પોતાને નામ કર્યો હતો

સુરત શહેર પોલીસ દ્વારા યુવાધન હિંસા નકારાત્મકતા અને નશાના દૂષણથી દૂર રહી સ્વસ્થ શરીર તરફ વાળવા માટે નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 14 રાજ્યોનાં સ્ત્રી-પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે રહેતા કેતન પરમારે 59kg સિનિયર મેન બેન્ચપ્રેસ સ્પર્ધામાં ભાગ લઈ 107.5 વજન ઉચકી બ્રોન્ઝબેન્ડલ પોતાને નામ કર્યો હતો . અગાઉ પણ કેતન પરમારે જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે .તેમને માર્ગદર્શક કરનાર તેમના કોચ ધવલ માહિડાનો આભાર વ્યક્ત કર્યો હતો

વીડિયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર

error: