Satya Tv News

વાગરા ના વછનાદ ગામની મહિલાઓ એ વિશેષ જાગૃતતા બતાવતા ૯૨.૭૧% મતદાન કર્યું

પાલડી ગામના પુરુષ મતદારોએ રેકોર્ડ બ્રેક ૯૯.૧૫ % મતદાન કર્યું

વાગરા તાલુકામાં સૌથી ઊંચું પાલડી ગામના મતદારોએ ૯૩.૦૩ % નોંધાવ્યુ

વાગરા તાલુકાના ૪૯ ગ્રામ પંચાયતમાં ૮૨.૭૨ %  મતદાન નોંધાયુ 

વાગરા તાલુકામાં ૮૨.૭૨ % મતદાન થવા પામ્યુ હતુ.વછનાદ  ગામની મહિલાઓએ વિશેષ જાગૃતતા બતાવતા તાલુકામાં સૌથી વધુ ૯૨.૭૧ % મતદાન કર્યું હતુ.જ્યારે પાલડી ગામના પુરુષોએ ૯૯.૧૫% મતદાન કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.પાલડી ગામના મતદારોએ તાલુકામાં સૌથી ઊંચું ૯૩.૦૩% મતદાન કરી મતદાન પ્રત્યેની સભાનતા દાખવી હતી.પહાજ ગામે મતદારો ના ધસારા ને પગલે ૭:૩૦ વાગ્યા સુધી મતદાન ચાલુ રાખવાની ચૂંટણી પંચને ફરજ પડી હતી.ગ્રામ પંચાયત ની ચૂંટણી માં તાલુકા ભરમાં છેવટ સુધી મતદાન કરવાની ખેવના ને પગલે વાગરા તાલુકાનું મતદાન ૮૦ % થી વધુ થવા પામ્યુ હતુ.હવે આવતી કાલે સૌ ઉમેદવારો અને સમર્થકો તેમજ મતદારો ની નજર ગણતરી ના દિવસ પર મંડાઈ છે.મતગણતરી વાગરા કુમાર શાળા માં યોજાશે.હાલ તો વાગરા કુમાર શાળા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વાગરા તાલુકાના કેટલાક ગામોમાં થયેલ મતદાન ની ટકાવારી પર એક નજર

ગામ      –     ટકા %

વાગરા     –    ૭૭.૧૨

દહેજ      –    ૭૮.૩૧

ચાંચવેલ   –    ૭૭.૧૦

વિલાયત   –    ૮૮.૧૫

અરગામા   –   ૮૦.૫૧

સુવા         –   ૯૦.૨૬

લખીગામ   –   ૮૭.૧૪

લુવારા       –   ૮૭.૬૭

જાગેશ્વર.  –    ૮૫.૧૬

પણીયાદરા –   ૮૫.૭૩

પીપલીયા   –   ૮૩.૦૫

જોલવા   –     ૯૦.૬૪

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: