Satya Tv News

મતદાન પૂર્ણ થયાના 23 કલાક બાદ ફાઇનલ ટકાવારીનો આંકડો, ભરૂચમાં 76.63 ટકા મતદાન થયું

ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5.13 ટકા ઓછુ મતદાન, સૌથી વધુ નેત્રંગ તાલુકાની પંચાયતોનું 84.88 અને સૌથી ઓછું અંકલેશ્વર 67.16 ટકા મતદાન નોંધાયું

ભરૂચ જિલ્લાના 9 તાલુકાની 413 ગ્રામ ચૂંટણીમાં 23 કલાક બાદ કુલ મતદાનનો અંતિમ આંકડો 76.63% સામે આવ્યો છે. જોકે, ગત ટર્મની સરખામણીએ આ વખતે 5.13 ટકા ઓછું મતદાન થયું છે. સૌથી વધુ નેત્રંગમાં 84.88 % અને સૌથી ઓછું અંકલેશ્વરની પંચાયતોનું 67.16 % મતદાન થયું છે.

જોકે, મંગળવારે જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 9 સ્થળે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનની ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં મતગણતરી 112 જેટલા ટેબલ ઉપર હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે , ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત 2016 કરતા મતદાન 5.13%નો ઘટાડો આ વખતે નોંધાયો છે. નોંધાયેલા 7.20 લાખ મતદારો પૈકી 5.51 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પુરુષ મતદાન 77.43 ટકા અને મહિલા મતદાન 75.96 ટકા નોંધાયું છે.

મંગળવારે મતગણતરી ને લઈ કસક સર્કલથી કોલેજ રોડ ઉપર વાહન વ્યવહાર માટે સવારે 6 થી રાતે 10 કલાક સુધી પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન અપાયો છે. વડોદરા દહેજ તરફથી આવતા મોટા વાહનોમાં તર્ક અને બસ આવતીકાલે ઝાડેશ્વર સરદાર બ્રિજ ઉપરથી સુરત તરફ જઈ શકશે નાના વાહનો અને ટુ વ્હીલર વાહનો નારાયણ દર્શન થઈ અવધૂત સોસાયટીમાંથી ધર્મનગર, જ્યોતિનગર થઈ શીતલ સર્કલ તરફ જઈ શકશે તેમજ આવી શકશે.

9 તાલુકાના મત ગણતરી

જંબુસર તાલુકા માટે જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
આમોદ તાલુકા માટે શાહ એન.એન.એમ ચામડીયા હાઇસ્કૂલ
ભરૂચ તાલુકા માટે કે.જે.પોલીટેકનીક કોલેજ
વાગરા તાલુકા માટે પ્રાથમિક કુમાર શાળા
અંકલેશ્વર તાલુકા માટે ઇ.એન.જીનવાલા હાઇસ્કૂલ
હાંસોટ તાલુકા માટે એમ.એમ.માકુવાલા હાઇસ્કૂલ
ઝઘડીયા તાલુકા માટે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ
વાલીયા તાલુકા માટે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ
નેત્રંગ તાલુકા માટે શ્રીમતિ એમ.એમ.ભકત હાઇસ્કૂલ

error: