Satya Tv News

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ગઈકાલે બુધવારે એક જ દિવસમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ પાંચ કેસ જ્યારે મહેસાણા અને આણંદમાં 2-2 કેસ મળ્યા. ગુજરાતમાં હાલમાં કુલ 23 ઓમિક્રોનના કેસમાંથી 19 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારો કોરોનાના નવા કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બુધવારે રાજ્યમાં 91 નવા કેસ સામે આવ્યા.

અમદાવાદમાં નવા નોંધાયેલા ઓમિક્રોન વેરિયન્ટના પાંચ કેસની વાત કરીએ તો તેમાં ત્રણ મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. આ પાંચેય વિદેશથી આવેલા છે. હાલ શહેરમાં ઓમિક્રોનના સાત દર્દી જુદી જુદી હોસ્પિટલમાં દાખલ છે. દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મહેસાણા 49 અને 65 વર્ષના બે મહિલા ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા છે. આ બંને મહિલા ઓમિક્રોનના દર્દીના સીધા સંપર્કમાં આવેલા હતા. જ્યારે આણંદમાં બે પુરુષો ઓમિક્રોન પોઝિટિવ મળ્યા છે. આ બંને વ્યક્તિઓની તાન્ઝાનિયાની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

જિલ્લા મુજબ ઓમિક્રોનના અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, આણંદમાં 3 તથા રાજકોટમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટનો 1 કેસ નોંધાઈ ચૂક્યો છે. આમ કુલ 23 જેટલો ઓમિક્રોનના કેસ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.

કોરોનાના નવા વેરિયન્ટને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ નાગરિકોને અપીલ કરી હતી કે, કોરોનાના નવા વેરિયન્ટથી ગભરાવવું નહીં, સાવચેતી જરૂર રાખવી. તથા કોરોના સંલગ્ન સરકારી તમામ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવું.

error: