Satya Tv News

નાતાલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ,આ દિવસે ઇસુના જન્મ દિવસની કરાય છે ઉજવણી;

નર્મદા: નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ, દેડીયાપાડાનાં ગારદા, મંડાળા, ખાબજી, ખામ, અલ્માવાડી, દેડીયાપાડા સહિત ના તમામ દેવળો તથા મકાનો રોશનીથી ઝળ હળી ઉઠ્યા નાતાલ પર્વના વધામણા સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને ‘મેરી ક્રિસમસ’ની શુભેચ્છા પાઠવવામાં આવી.

સી એન.આઇ. ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ખાસ નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ ખ્રિસ્તી બંધુઓ દ્વારા એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ કોરોના ની ગાઈડ લાઈન મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં કરતા સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.પ્રભુના જન્મના વધામણા, નાતાલ પર્વની ગારદા સહિત દેડીયાપાડા તાલુકામાં તા.૨૫મી ના રોજ અનેક જગ્યાઓએ ઉજવણી કરવામાં આવી. ભગવાન ઇસુના જન્મના વધામણા લેવા માટે ખ્રિસ્તી બંધુઓ સજ્જ બન્યાં છે. નાતાલને અનુલક્ષી દેવળોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ મકાનો, મહોલ્લાં,અને દેવળોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે.

જર્નાસ્લીટ સર્જન વસાવા સત્યા ટીવી ડેડીયાપાડા

error: