Satya Tv News

એરસ્ટ્રીપ માટેની ભરૂચ જિલ્લાની ત્રણ દાયકાની પ્રતીક્ષાનો આગામી દિવસોમાં અંત
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિની મુલાકાત બાદ તે દિશામાં કામગીરીનો પ્રારંભ

ઔધોગિક દ્રષ્ટિએ અગ્રેસર ભરૂચ જિલ્લાની લાંબા સમયની પ્રતીક્ષા બાદ એર સ્ટ્રીપની સુવિધા આગામી દિવસોમાં મળે તે માટેની ગતિ વિધિ તેજ થઈ છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોનું વિસ્તરણ સતત થઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં નવા નવા ઔદ્યોગિક એકમો આવી રહ્યા છે, 1995 થી અંકલેશ્વરના અમરતપુરા માંડવા આવેલ પાસે એરસ્ટ્રીપ ઉભી કરવાનું રાજ્ય સરકારે આપેલું વચન 28 વર્ષ બાદ હવે પૂરું થાય તે માટે કામગીરી હવે હાથ ધરાઈ રહી છે. વર્ષ 1993 માં એરસ્ટ્રીપ પ્રોજેક્ટની જાહેરાત બાદ 84 હેક્ટર જમીન એરસ્ટ્રીપ માટે ફાળવાઇ હતી.

જોકે તે બાદ માત્ર ફેનસિંગ બનાવવા સિવાય કોઈ જ કામગીરી ન થતા ત્રણ દાયકાથી આ યોજના કેમ ઘોંચમાં પડી છે તે અંગે માહિતી મેળવવા ગાંધીનગરથી વિધાનસભા ની હિસાબી ટીમે હાલમાં એરસ્ટ્રીપની જગ્યાની મુલાકાત લીધી હતી .તેમજ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક પણ યોજી હતી .જમીન સંપાદન બાદ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી રહી હતી.

જાહેર હિસાબ સમિતિ ની મુલાકાત બાદ ભરૂચ જિલ્લાને એરસ્ટ્રીપ મળે તે દિશામાં તેજીથી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પત્રકારો સાથેની મુલાકાતમાં એર સ્ટ્રીપની ડિઝાઇન અને નકશા દર્શાવી જણાવ્યું હતું કે પ્રથમ કાર્ગો સેવા શરૂ થશે જે બાદ પેસેન્જર સેવા પણ કાર્યરત કરાશે, આ માટેની રૂ.100 કરોડ ના ટેન્ડર પક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે જાન્યુઆરીના અંતિમ દિવસોમાં કામગીરી ચાલુ થઈ જશે તેવી આશા પણ વ્યકત કરી હતી.

જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: