Satya Tv News

અંકલેશ્વરની આમલખાડીમાં લાલ રંગનું પ્રદુષિત પાણી છોડાયું
આમલાખાડી GIDCના ઉદ્યોગો અને સ્ક્રેપ માર્કેટ પ્રદૂષણ ફેલાવવાનું માધ્યમ
GPCB અને NCTLની તપાસમાં નોબલ માર્કેટ પાસેથી વહેતુ થયું લાલ પાણી
GPCB આવા બેજવાબદાર માધ્યમો પર લાલ આંખ કરે એ જરૂરી

અંકલેશ્વરની આમલખાડીમાં GIDCના બેજવાબદાર કેટલાક ઉદ્યોગો અને સ્ક્રેપ માર્કેટ દ્વારા લાલ કલરનું પ્રદુષિત પાણી છોડી મુકવામાં આવતા સરકારની નદી ઉત્સવની ઉજવણી પર સવાલો ઉભા થવા પામ્યા છે.

અંકલેશ્વર અમલાખાડીમાં લાલ કલરના પાણી વહેતો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા. જ્યાં એકબાજુ સરકાર દ્વારા નદી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સરકારની બેધારી નીતિ સામે આવી છે. અંકલેશ્વરના પિરામણ ગામની સીમમાંથી વહેતી આમલાખાડી અંકલેશ્વર GIDCના કેટલાક ઉદ્યોગો અને સ્ક્રેપ માર્કેટ પ્રદૂષણ ફેલાવવાનું માધ્યમ બની ગયા છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા શિયાળુ સંસદ સત્રમાં ગુજરાતમાં નર્મદા નદી, આમલખાડી અને અમરાવતી ખાડી સહિત કુલ 20 નદીઓ પ્રદુષિત જાહેર કરી છે. ત્યાં અંકલેશ્વરની આમલખાડીમાં બેજવાબદાર ઉદ્યોગો અને સ્ક્રેપ માર્કેટના કેટલાક ભંગારીયાઓ દ્વારા લાલ કલરનું પ્રદુષિત પાણી છોડી મુકાતાં પર્યાવરણ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત જોવા મળી રહી છે.

આ પ્રદુષિત પાણી જળચર પ્રાણીઓ તથા પશુ પક્ષીઓ માટે પણ પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. ત્યારે આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવા બેજવાબદાર ઉદ્યોગો અને કેમિકલ બેગ અને દ્રમના સ્ક્રેપ સંચાલકો સામે લાલ આંખ કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

નોંધનીય છે કે ઘટના મામલે GPCB અને NCTL દ્વારા તપાસ કરવામાં આવતા લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી ઉદ્યોગીક નગરી અંકલેશ્વરમાંથી નહિ પરંતુ આ પાણી આમલાખાડીમાં કોઈક ત્રાહિત વ્યક્તિ દ્વારા છોડી અંકલેશ્વર ઉદ્યોગીક ક્ષેત્રને બદનામ કરવાનો કરશો ઘડયો હોવાનો ઘટકસ્ફોટ થયો હતો. જ્યાં ચેક કરવા ગયેલ NCTLની ટીમને નોબલ માર્કેટ પાસે કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા પાણી અમલખાડીમાં છોડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: