Satya Tv News

અંકલેશ્વર શહેરમાં લારી ગલ્લા હટાવવા મામલે વિવાદ
ભાજપના વોર્ડ નં 4ના સભ્યના નિવેદન બાદ થયો વિવાદ
વિપક્ષ સભ્યનો લઘુતમતીઓને નિશાન કરાયા હોવાના કર્યા આક્ષેપ
પાલિકા પ્રમુખ આપી પ્રતિક્રિયા – નડતર રૂપ તમામ લોકોને હટાવશે

અંકલેશ્વર શહેરમાં જાહેર માર્ગો પરથી લારી ગલ્લા હટાવવા મુદ્દે હવે વિવાદ છેડાયો છે. જેમાં દબાણ હટાવવા મુદ્દે લઘુમતીઓને જ નિશાન બનાવાતા હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે. તો પાલિકા પ્રમુખે નડતરરૂપ તમામ લારી ગલ્લાઓ હટાવાશેની પ્રતિક્રિયા આપી હતી.

અંકલેશ્વર નગરમાં માર્ગ પરથી દબાણો દૂર કરવાના મુદ્દાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. વિપક્ષ કોંગ્રેસી સભ્ય રફીક ઝઘડિયાવાલાએ માત્ર લઘુમતીઓને નિશાન બનાવાય રહ્યાંનો આક્ષેપ કર્યો છે. અને સમગ્ર શહેરના દબાણો હટાવો પણ વ્હાલા દવલાની નીતિ નહિ રાખવા ટકોર કરી છે. ઈંડા અને નોનવેજની જ લારીઓ રસ્તા પરથી દૂર કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.

જ્યારે પાલિકા પ્રમુખ વિનય વસાવાએ શહેરમાં રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ તમામ દબાણો અને પાથરણાવાળાને હટાવાશે તેમ જણાવ્યું છે. જેનાથી શહેરની ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે સાથે માર્ગ ઉપર વેપાર કરવા બેસતા લોકો અને અન્ય વાહનચાલકોને પણ અકસ્માત સામે સુરક્ષા મળી રહેશે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: