Satya Tv News

મારામારીમાં 4 જેટલા લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

GIDC પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ મારામારીના ત્રણ બનાવમાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવ મામલે GIDC પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ યુપીના અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ટેકરી રામજી મંદિર વિસ્તારમાં રહેતા સોહનલાલ લલન પ્રસાદ છબિરાજ યાદવ અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત વિજય ટેમ્પો સર્વિસ ટ્રાન્સપોર્ટમાં ટેમ્પો નંબર-જી.જે.16.ઝેડ.9737 લઈ રામદેવ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મુક્તિ ચોકડી નજીક અચાનક ટેમ્પો આવી જતા ચાલકે બ્રેક કરતા ટેમ્પો સાધારણ ઘસાઈ ગયો હતો જે અંગે ચાલક સોહનલાલ લલન પ્રસાદ છબિરાજ યાદવ અન્ય ટેમ્પો ચાલકને કહેવા જતા તે અચાનક ઉશ્કેરાયેઇ ગયો હતો અને અન્ય ટેમ્પો ચાલક સહિત બે ઈસમોએ ચાલકને ટોમી વડે મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ઇજગ્રસ્તને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મારમારી અંગે જી.આઈ.ડી.સી.પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે બે અન્ય મારામારીની ઘટના અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ડેપો સામે આવેલ મોન્ટે કાર્લો રેડિમેડ ગારમેન્ટ ખાતે બની હતી જેમાં જેકેટ બદલાવવા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થતાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: