Satya Tv News

આરોપીઓ નહીં ઝડપાય તો મિલકત જપ્તી કરવામાં આવશે

ભરૂચ પોલીસે આરોપીની શોધખોળ આરંભી

આમોદના કાંકરિયા ધર્માંતરણ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો.છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ચોપડે ચડેલા મૂળ નબીપુરના વતની અને લંડન UK રહેતા NRI અબ્દુલ આદમ ફેફડાવાલા સહીત 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા નથી. ત્યારે આ પ્રક્રિયા અંતર્ગત પોલીસ આરોપીઓની મિલકત જપ્તી કરવા સુધી સત્તા ધરાવટી હોવાથી આરોપી નહિ ઝડપાય તો પોલીસે આરોપીઓના મિલ્કત જપ્તીની તૈયારીઓ બતાવી છે.

આમોદના કાંકરિયા ધર્માંતરણ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો. પોલીસે પ્રાથમિક તબક્કામાં મુખ્ય આરોપીઓ પૈકીના અઝીઝ સહીત 4 આરોપી અને બાદમાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરી કુલ 10 લોકોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ચોપડે ચડેલા મૂળ નબીપુરના વતની અને લંડન UK રહેતા NRI અબ્દુલ આદમ ફેફડાવાલા સહીત 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા નથી. અનેક સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહીઓ હાથ ધરવા છતાં આ આરોપીઓ મળી આવ્યા નથી.

આખરે ભરૂચ પોલીસે આ આરોપીઓના આમોદ કોર્ટ પાસેથી ધરપકડ વોરંટ મેળવ્યા છે.તપાસ અધિકારી DYSP એમ.પી. ભોજાણીએ આમોદ કોર્ટ સમક્ષ આ 5 આરોપીઓ અબ્દુલ સમદ ઉર્દે દાઉદ સુલેમાન પટેલ ,શબ્બીર મહમદ પટેલ બેકરીવાલા, હસન ઈશા પટેલ, ઇસ્માઇલ ઐયુબ અને અબ્દુલ આદમ ફેફડાવાલા રહેવાસી UK વિરિદ્ધ CRPC ની કલમ 70 હેઠળ ધરપકડ વોરંટની માંગણી કરી જે માન્ય રાખી કોર્ટે વોરંટ જારી કર્યું છે.

પોલીસ અનુસાર આ વોરંટથી ધરપકડને વેગ મળી રહેશે. વોરંટની પ્રક્રિયા બાદ પણ આરોપીઓ ન ઝડપાય તો પોલીસ સીઆરપીસી ની કલમ 82 હેઠળ આરોપીઓને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે. આ પ્રક્રિયા અંતર્ગત પોલીસ આરોપીઓની મિલકત જપ્તી કરવા સુધી સત્તા ધરાવે છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી આમોદ

error: