Satya Tv News

વાત ટ્રાયબલ તાલુકાના પેક જંગલોની રખેવારીની
ખોરંભા રેજની સાત મહિલાઓ કરે છે જંગલોની રાત દિ. રખેવારી
મહિલાઓના પેટ્રોલિંગથી લાકડા ચોર પણ કાપે છે થરથર
કોણ છે આ મહિલાઓ…જુઓ અમારો આ વિશેષ અહેવાલ

વાત કરીએ જંગલની રખેવારી કરતી સાત શેરની..ની……સુરત જીલ્લાના ટ્રાયબલ તાલુકાના પેક જંગલોની રખેવારી આમતો ફોરેસ્ટ વિભાગની છે.આજ વિભાગની ખોરંભા રેજની સાત મહિલા વન કર્મીઓ માંડવીના જંગલોની રાત દિવસ રખેવારી કરે છે..આ મહિલાઓના પેટ્રોલિંગથી જંગલના દુશમન એવા લાકડા ચોર પણ થરથર કાપે છે….કોણ છે આ મહિલાઓ…જુઓ અમારો આ વિશેષ અહેવાલ

સુરત જીલ્લાના માંડવી તાલુકામાં આવેલા જંગલોના પહેરેદાર છે ફોરેસ્ટ વિભાગ….આ વિભાગના અધિકારીઓ અને વન કર્મીઓ જાગૃત અને સજાગ છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને વનકર્મી ની બાજ નજર ના કારણે જંગલો સુરક્ષિત છે ત્યારે આજે આપરે આજ વિભાગની સાત શેરની એટલે કે મહિલા વન કર્મીઓની વાત કરવાના છે. ત્યારે માંડવી તાલુકાના ખોરંબા રેન્જમાં આવેલ જંગલોની પહેરેદારી સાત મહિલા વન કર્મીઓઓ રાત દિવસ સતત પેટ્રોલિંગ કરી જંગલોને બચાવે છે.લાકડા ચોરો જંગલમાંથી લાકડાની ચોરી કરતા સૌ વાર વિચારે છે કેમકે આ મહિલા વન કર્મીઓ ની સતત જંગલો પર નજર રહે છે.માત્ર જંગલોને લાકડા ચોરો થીજ નહિ પણ ખુંખાર દીપડા સામે પણ અનેક વાર બાથ ભીડી ચુકી છે આ મહિલા વન કર્મીઓ….

માંડવી તાલુકાના જંગલોની સુરક્ષા માટે ઉતર અને દક્ષિણ ઝોન બનાવવામાં આવ્યા છે. બને ઝોનમાં અલગ અલગ રેન્જમાં ફોરેસ્ટ કર્મીઓ રાત-દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જંગલોની સુરક્ષા કરી રહ્યા છે.ખાસ કરીને માંડવી તાલુકાના ખોરંબા રેંજ ૧ અને રેંજ ૨ માં આવેલા જંગલોની સુરક્ષા ફોરેસ્ટ અધિકારી સહીત સાત મહિલા વન કર્મી ઓ જંગલો ની કરી રહી છે સુરક્ષાઓ…જંગલોમાં રહેતા વન્ય પ્રાણીઓ ના રેસ્ક્યુ કરી સારવાર આપવાની વાત આવે કે પછી ગ્રામ્ય વિસ્તારમાં દીપડા દ્વારા કરવામાં આવતા હુમલા બાદ દીપડાને પકડવા રાત દિવસ એક કરી નાખે છે

આ મહિલા વન કર્મીઓ ગ્રામ્ય વિસ્તારમાં શેરડીના કાપણી દરમ્યાન થતા દીપડાના હુમલા ને લઇ લોકોમાં અવરનેશ આવે અને દીપડાના હુમલાથી કેવી રીતે બચી શકાય એ માટે ગામે ગામ જન જાગૃતિના કાર્યકર્મ યોજે છે.ખાસ કરીને જંગલમાં થતી લાકડાની ચોરી અટકાવવા સિવાય વધુ વૃક્ષો ગામડાના લોકો વાવે અને પર્યાવરણ નું જતન કરે એ માટે લોકોને સમજણ આપે છે.જંગલોમાં ઈજાગ્રસ્ત થયેલા પ્રાણી કે જીવ જંતુને સારવાર આપી ફરી જંગલોમાં છોડે છે….સામાન્ય રીતે સાંજ પડતા જંગલોમાં ફરવું એટલે મોત ને આમત્રણ આપવા બરાબર છે.પરંતુ આ બહાદુર મહિલા વન કર્મી સતત જંગલોમાં પેટ્રોલિંગ કરે છે અને જંગલ બચાવવા સહિત વન્ય પ્રાણીની દેખરેખ પણ કરે છે.

ડીસ્કવરી પર આવતો મેન વર્સીસ વાઈલ્ડ કાર્યક્રમ ચાલુ કેમેરા અને નિષ્ણાત ટીમ સહિત ડોક્ટરોની દેખરેખ હેઠળ થાય છે.પણ સુરતના જંગલોમાં વુમન્સ વર્સીસ વાઈલ્ડ રીયલ રીતે જોવા મળે છે….કેમકે ફોરેસ્ટ વિભાગ સાથે જોડાયેલી મહિલા વન કર્મી ઓ રાત દિવસ….બેખોફ અને નીડર રીતે જંગલો ની સુરક્ષા કરી રહી છે .માંડવી ફોરેસ્ટ વિસ્તારમાં આવતા રેન્જમાં મહિલા વન કર્મી માટે કહેવાય છે. કે શેરની ઓ જંગલની સુરક્ષા કરી રહી છે

સત્યા ટીવી વિશેષ અહેવાલ સાથે વિવેક રાઠોડ સત્યા ટીવી કીમ

error: