Satya Tv News

અંકલેશ્વર ચોર્યાસી ભાગોળમાં જિયો કંપનીના ખોદકામ દરમ્યાન ગેસ લાઇન થઇ લીકેજ.
ગેસ લાઇન લીકેજ થતા 50 ઉપરાંત ઘરોના ચૂલા બંધ થતાં ભૂખે રહેવાનો વારો આવ્યો.
પાલિકાના અધિકારીઓની મિલી ભગતથી ખોદકામ મોડે સુધી કરતા બની ઘટના.
ખોડકામની પરવાનગી 4 વાગ્યા સુધીની તો મોડે સુધી કેમ કરાતું હતું ખોદકામ ઉઠયા સવાલ.
જો મોટી દુર્ઘટના સર્જાય હોય તો જવાદબાર કોણ ?
પાલિકા કે ખાનગી મોબાઈલ કંપની ઉઠયા સવાલ ?

અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં જિયો કંપની દ્વારા ખોદકામ વેળા ગેસ લાઈન લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી

અંકલેશ્વર શહેરના ચોર્યાસી ભાગોળમાં જિયો કંપની દ્વારા કેબલ લાઈન નાખવાને પગલે ખોદકામ હાથ ધરવામાં આવી રહ્યું છે જે દરમિયાન અચાનક જેસીબી મશીનનો પાવડો જમીનમાંથી પસાર થતી ગેસ લાઈનમાં વાગી જતા ગેસ લાઈન લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી ગેસ લાઈન લીકેજ થતા 50થી વધુ ઘરોમાં ચૂલા બંધ થતાં લોકોએ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિકોએ નગર પાલિકા અને કંપનીના મિલીભગતને પગલે સાંજના 4 વાગ્યા બે બદલે રાતે સુધી કામગીરી હાથ ધરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે અને જો મોટી દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: